RSS

O My Life…

I am committed to give you my each moment
I am committed to live your each moment

O My Life…………..

I am committed to enjoy you.
Are you?

I am committed to live you with full intensity.
Are you?

I am committed to live you with full involvement.
Are you?

I am committed to live you with complete fulfillment.
Are you?

I am committed to live you.
Are you?

If  you are……

Let’s feel each other…..
Let’s fill each other with each other…..
Let’s live each other…..

Yes, Let’s live ……………..

Advertisements
 

પતંગની આત્મ કથા

kite

આજથી ૨ મહિના પહેલા મારો જન્મ એક પતંગનાં કારખાનામાં થયો હતો. આમ તો મારો જન્મ વર્ષો પહેલા થયેલો. બે અલગ અલગ જગ્યાએ. એક જગ્યાએ વિશાળ વૃક્ષ તરીકે અને બીજી જગ્યાએ વાંસ તરીકે.

એ વિશાળ વૃક્ષ કાપીને એનો માવો બનાવીને એને અત્યંત ક્રુરતા પૂર્વક પીસીને અલગ અલગ મશીનમાં નાખીને એનો કાગળ બન્યો, અને વાંસને તો રીતસર ક્રશ કરીને એની સળી બની. બે મહિના પહેલા એ કાગળ અને સળીઓ પતંગનાં કારખાનામાં પહોંચાડવામાં આવી અને પછી એ કાગળનાં પણ ટુકડા થયા, સળીના પણ ટુકડા થયા. ઢઢ્ઢો બન્યો, કમાન બની. અને અંતે એ બધાને ગુંદરથી ચિપકાવીને એક સરસ મજાનો પતંગ બન્યો. એ મારો બીજો જન્મ કહી શકાય. એ ન્યાયે હું પણ દ્વિજ કહેવાઉં પક્ષીઓની જેમ જ. અમારામાં જ અમુક પ્રકારના પતંગોમાં કાગળનો ઉપયોગ થતો નથી. એ પણ કહેવાય પતંગ જ પરંતુ એ કોથળીનાં પતંગો ક્યારેય અમારી બરાબરી ન કરી શકે.

મારું કુળ ચીલ કહેવાય પરંતુ અમારામાં એવા કોઈ નાત-જાતનાં ભેદભાવ નહી. ચીલ હોય, સુરતી હોય, ચાંદેદાર હોય, ફૂદ્દી હોય કે કોઈ પણ કુળ હોય બધાયનાં કુળદેવી અને શુરા પુરા એક જ હોય. “કમાન” અમારી કુળદેવી અને “ઢઢ્ઢો” અમારા શુરા પુરા.

પતંગ તરીકે નવ સર્જન પામ્યા પછી હું વેપારીના ગોદામ પર પહોંચ્યો અને ત્યાંથી દુકાન પર. પતંગની દુકાન પર મારી સાથે અન્ય ઘણા પતંગ હતા, પરંતુ એક તો હું ચીલ હતો અને અમારી ઉડવાની કળા સારી કહેવાય છે. એવું કહેવાય છે કે ઓછા પવન સાથે પણ અમે સહકારથી વર્તીએ છીએ. બીજું કારીગરે મને એકદમ બેલેન્સમાં બનાવ્યો હતો. એક અનુભવીનાં હાથમાં હું પહોંચ્યો કે તરત એણે મને ખરીદી લીધો.

એ મારું નવું ઘર હતું. હજી મારી પ્રાણ પ્રતિષ્ઠા બાકી હતી. જેમ પ્રાણ પ્રતિષ્ઠા વગર મૂર્તિ એ મૂર્તિ ન કહેવાય માત્ર પુતળું કહેવાય એમ અમને પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અમારા કુળદેવી અને શુરા પુરા જ્યાં ભેગા થાય ત્યાં બે છિદ્રો કરીને બંનેને દોરીની જોડથી જોડવામાં આવે છે. અને  ઢઢ્ઢાની બીજી તરફ પણ એ દોરીની જોડ બાંધવામાં આવે છે. ત્યાર પછી એ દોરીની જોડમાં બેલેન્સ મેળવીને વચ્ચે ગાંઠ વાળવામાં આવે છે. અને અમને હવામાં ઉડવાનું લાઈસન્સ મળે છે. આ આખી વિધિ ખુબ જ કષ્ટ દાયક હોય છે પરંતુ આકાશમાં ઉડવાના રોમાંચની કલ્પના કરતા કરતા એ કષ્ટ પણ સહન કરી લીધું.

આમ તો આમારુ સર્જન પણ મૂતિ જેવી જ નિષ્ઠાથી થયું હોય છે. જેમ એક પથ્થર અસંખ્ય ઘા ઝીલીને મૂર્તિ બને છે એમ જ અમે પણ બનીએ છીએ. પરંતુ અમે એક બાબતમાં મૂર્તિ કરતા અલગ પડીએ છીએ. મૂર્તિ સદા માટે મંદિરમાં રહી જાય છે. અમે ગગન વિહારી બનીએ છીએ. અમે એક જ જગ્યાએ સ્થિર અને સલામત રહેવા કરતા આકાશને ચૂમીને ભલે ક્ષણભંગુર પરંતુ જેને જીવન કહી શકાય એવું જીવન  જીવવામાં વધુ શ્રદ્ધા ધરાવીએ છીએ. અમારામાં જે ક્યારેય જીવ્યો કહી જ ન કહી શકાય એવો એક ખૂણામાં પડ્યો રહેલો પતંગ જ સલામત હોય છે. અમને સ્થિરતા કરતા ઉડાન વધુ વહાલી હોય છે.

ત્યાર બાદ આવી હું જેની આતુરતાથી રાહ જોતો હતો એ આજની સવાર. વહેલી સવારે જ માલિકનાં નાના બાળકે મારી ઉપર પોતાનું નામ લખ્યું. અને માલિકે મને હવામાં ઉડાડ્યો. અહા, શું અનુભવ હતો એ. ભલે હું દોરીથી બંધાયેલો હોઉં, મારી દોરી માલિકનાં હાથમાં હોય. તો ય હવા મને પોતાની લહેરખીઓ પર સહેલ કરાવતી હતી. પણ હું એટલો સ્થિર હતો કે માલિકે મને નીચે ઉતાર્યો સાંજે મારી સાથે બાંધીને તુક્કલ ચડાવવા માટે.

અબ આતા હૈ કહાનીમેં ટ્વીસ્ટ..

હું નીચે આવ્યો કે માલિકનાં બાળકે મને હાથમાં લઈને રમતા રમતા મારી કરોડ રજ્જુ (ઢઢ્ઢો) તોડી નાખી. અને માલિકે મને ફેંકી દેવાનું નક્કી કર્યું. જો એવું થયું હોત તો હું અત્યારે કોઈ ગાય કે ભેંસ જેવા પશુનો ખોરાક બનીને એક નવા ઝાડનાં ખાતર તરીકે પુનરાવતાર પામી ચુક્યો હોત. પરંતુ માલિકનાં બાળકે પોતાનું નામ મારી ઉપર લખ્યું હતું અને એ મને કચરામાં નાખવા તૈયાર નહોતો. એની જીદ હતી કે મને ચગાવવો જ. અંતે માલિકે નક્કી કર્યું કે આવતી કાલે સવારે જે પતંગ ચગાવશે એની સાથે મને પણ ફરી આકાશ યાત્રા કરાવશે.

હું અત્યારે ઘણા બધા પતંગો, કે જે પ્રાણ પ્રતિષ્ઠા નથી પામ્યા, એમની સાથે જ એક ઓરડામાં છું. એમનું ભાગ્ય નક્કી નથી કે એમનામાંથી કોણ કાલે હવામાં સહેલ કરશે. મારું ભાગ્ય નક્કી છે કે હું તો સહેલ કરીશ જ. અને ફરી ઉડાન ભરવાનો રોમાંચ મને ઘેરી વળે છે.

“ભલે ક્ષણભંગુર આપ. પણ જીવન આપ તો આ જીવન જેવું જ આપ. જીવ્યું લેખે લાગ્યું હોય એવું લાગે.” ઈશ્વરને એવી પ્રાર્થના કરતો હું આવતીકાલ સવારની રાહ જોઉં છું.

વહેલી પડે સવાર.

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 15, 2014 in આત્મ કથા

 

નવા વર્ષનાં સંકલ્પ

આ નવા વર્ષે મેં અમુક સંકલ્પ કરવાનો નિર્ણય કર્યો છે અને એ માટે આપ સહુ લોકોની સલાહ માગું છું. દરેક સંકલ્પમાં શરતો લાગુ છે એ શરતો સાથે છેડછાડ કરવી નહી.

૧. આ વર્ષે હું દરરોજ ન્હાઈશ.
.
શરત :
દરરોજ મતલબ વર્ષમાં કુલ ૩૬૫ વખત.
શિયાળામાં અઠવાડિયે એક વખત કરેલા સ્નાનનો હિસાબ ઉનાળામાં દરરોજ બે વખત ન્હાઈને અને ચોમાસામાં વરસાદમાં ન્હાઈને સરભર કરીશ.
ચોમાસામાં વરસાદમાં કરેલા સ્નાનમાં દર ૧૦ મિનીટ દીઠ એક સ્નાન ગણવામાં આવશે.
.
.
૨. હું જુઠ્ઠું નહી બોલું.
.
શરત :
ખાણેમેં નમક જીતના જૂઠ ચાલતા હૈ.
હમ થોડા ચડિયાતા નમક ખાતે હૈ.
.
.
૩. દરરોજ ભગવાનને યાદ કરીશ પરંતુ ઈશ્વરનું નામ નહિ લઉં.
.
શરત :
ભગવાન = ભગવાનભાઈ ભરવાડ – ચાની કીટલી વાળા
ઈશ્વર     = ઈશ્વર મારવાડી – કરિયાણાની દુકાન વાળો ….. મારી પાસેથી ૩૫ રૂપિયા માગે છે.
.
.
૪. ત્યાગમાં ક્યારેય પાછી પાની નહિ કરું.
.
શરત :
જો ત્યાગથી સંતોષ નહી થાય તો બેધડક ચૂરણનો ઉપયોગ કરીશ.
.
આભાર ……

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 8, 2014 in જરા હસો

 

ढाई अक्षर “दोस्ती” के


Friends Forever

जब भी कभी मैं उदास होता हूँ…
या गुमसुम होता हूँ…
या अकेला होता हूँ…
या फिर ज़िन्दगी से खफा होता हूँ…
जब मुझे ये महसूस होता है…
कि
किसीको भी मेरी परवाह नही है…
तब
मैं आँखें मींच कर…
पलकों को भींच कर…
ख़्वाबों के दरवाज़े पर…
झोली बाँध देता हूँ…
ये ही सोच में…
कि
कोई फ़रिश्ता आएगा…
और मेरी उम्मीद की हर चीज़ झोली में भर जाएगा…
उस वक़्त…
वो…
न जाने कैसे जान जाता है मेरा सूनापन…
और यादों की स्लेज गाडी लिए आ धमकता है…
और साथ में लाता है…
खुशियों से भरा संदूक…
जिसमें से…
वो…
मेरी झोली पूरी भर देता है…
और
उसके बाद…
जो खुशियाँ बचती है…
उसे…
हम दोनों बाँट लेते है…
मेरा सूनापन, अकेलापन, उदासी…
सब वो ग़ायब कर देता है…
मैं सोचता रहता हूँ…
कहीं
मेरा दोस्त सांता तो नहीं?
फिर
ख़याल आता है….
मैं भी तो ऐसे ही जाता हूँ…
उसकी यादों में सांता बनकर…
.
.
.
.
.
जी हाँ आज फिर ढाई अक्षर वाली बात करने को जी चाहता है…
.
ढाई अक्षर दोस्ती के…
.
जितना ज़रूरी है दोस्ती में रिश्ता निभाना
उतना ही ज़रूरी है रिश्तों में दोस्ती निभाना
.
દોસ્તી કોઈ સબંધ કોઈ રીલેશન નથી..
દોસ્તી એક રીલેશનશીપ સ્ટેટસ છે.
દોસ્તી કોઈ સબંધ કોઈ બંધનની મોહતાજ નથી હોતી…
કોઈ સબંધ હોય કે ન હોય…
ત્યાં દોસ્તી હોઈ શકે છે…
.
તો યારો.. દિલદારો..
મારી જીવનકથાનાં મહત્વનાં કિરદારો
આજનો લેખ તમારી માટે
.
.
.
શરૂઆત મારા જીવનનાં સૌથી પહેલા દોસ્ત મારા પપ્પા, મમ્મી, ભાઈ, પિત્રાઈ ભાઈ-બહેનો, અંકલ-આન્ટી, મારા ધર્મ-પત્ની, સાસરા પક્ષનાં સગાઓ (સાસુ, સસરા, સાળા, સાલી, સાઢુભાઈ અને અન્ય ઇન્લોઝ) અને અન્ય તમામ સગા (જે વહાલા પણ હોય એવા સગા) સબંધીઓનાં ઉલ્લેખથી કરીશ.
.
.
દરેક સગપણમાં પણ દોસ્તી હોવી જરૂરી હોય છે… દોસ્તી અને સગપણ વચ્ચે સરખામણીનો સવાલ જ નથી ઉદભવતો..
મારા સદનસીબે મોટા ભાગના સબંધો મૈત્રી પૂર્ણ મળ્યા છે .. માટે હું કહી શકું કે મારા સગાઓ કરતા મિત્રોની સંખ્યા વધુ છે… કારણ એવા મિત્રો તો છે જ… જે સગા નથી … પરંતુ જે સગા છે એ પણ મિત્રો જ કહી શકાય એવા છે …
દોસ્તીમાં કોઈ બંધન નથી હોતા … એમાં હોય છે સુમેળ (હાર્મની).. અને સહકાર …
.
મોટા ભાગે તો દોસ્તો નાના બાળકનાં કપાળ પરનાં કાળા ટપકા જેવા હોય છે … કોઈ અનિષ્ટની તાકાત નથી કે દોસ્તોની હાજરીમાં તમને પરેશાન કરી શકે … અને કદાચ એ પરેશાન કરે તો પણ એ પરેશાની દોસ્તો વચ્ચે વહેંચાઇ જતી હોય છે …
.
જ્યારે સમય તમાચા મારીને તમારો ગાલ લાલ રાખતા હોય ત્યારે દોસ્તો એને ગલીપચી કરીને ગુલાબી બનાવતા હોય …
.
જ્યારે ખરાબ સમય તમને ચૂસી ચૂસીને ફિક્કા પાડતો હોય ત્યારે એ જ દોસ્તો તમને તમાચા મારીને પણ લાલી આપતા હોય છે…
.
મુસીબતોનાં પહાડ તો શું .. પર્વતમાળાઓ આવી ચડી હોય .. ત્યારે તમે દોસ્તોને પૂછો કે હવે શું કરવું તો સાલાઓ કહેશે … પહાડ આવી ચડ્યા હોય તો ચાલો સાથે મળીને ટ્રેકિંગ કરીએ ..
.
જ્યારે બંને બાજુ થી પીસાઈને તમારી પરિસ્થિતિ સેન્ડવીચ જેવી થઇ હોય ત્યારે એ બદમાશો એની ઉપર ખાટો-મીઠો ટોમેટો સોસ અને સ્પાઈસી ચીલી સોસ લગાવીને કહેશે .. લેટ્સ એન્જોય …
.
અને જો તમે ક્યારેય હતાશ થઇ જાઓ… અને જીંદગી પ્રત્યે સંપૂર્ણ નીરસ બની જાઓ ત્યારે એ દોસ્તો .. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હતું.. એમ જ્ઞાન આપશે પરંતુ આ જ્ઞાન સુસંસ્કૃત ભાષામાં હશે (અહીં સુસંસ્કૃત=સુરતી સંસ્કૃત).
.
દોસ્તો બહુ કાબેલ ચોર હોય છે ..
ના, અહીં ફિલ્મી પ્રેમી પંખીઓની જેમ નીંદ ચુરાઈ અને ચૈન લૂટ લિયા જેવી વાત નથી …
આ સાલાઓ તો તમારી નજર સામેથી તમારી ઉદાસી અને તમારી એકલતા ચોરી જાય અને તમને ખબર પણ ન પડે…
.
અને ખાતરી રાખજો … એની હાજરી હોય કે ન હોય … એને યાદ કરશો તો કદી એકલતા નહિ સતાવે …
.
આમ તો જીવનમાં મને ઘણા દોસ્તો મળ્યા છે માટે સંભવ છે કે ઘણા દોસ્તોનાં નામ લેવાના ચુકી જવાય માટે હું અમુક પ્રસંગો સિવાય નામ નહી લખું તો દરગુજર કરજો, અને પોતાનું નામ જાતે વાંચી લેજો…
.
મારે થોડા પ્રસંગો શેર કરવા છે.
કદાચ થોડું લાંબુ લખાણ થઇ જાય પરંતુ હું એ પ્રસંગોના ઉલ્લેખ જરૂર કરીશ.
પ્રસંગ-૧
મારો પ્રાથમિક અભ્યાસ વખતનો મિત્ર નીરવ વૈષ્ણવ. ૧૯૯૧માં હું જુનાગઢ છોડી ને ભાવનગર અભ્યાસ માટે આવ્યો. લગભગ એ જ સમય ગાળામાં એ જુનાગઢ છોડીને પાનેલી શિફ્ટ થયો. ત્યારે મોબાઈલ તો દૂર ફોન પણ એટલા સુલભ નહોતા(ઇન ફેક્ટ ઈમરજન્સી સિવાય અમે નહોતા જોયા) ત્યારે અમે પત્ર વ્યવહાર થકી મિત્રતા જાળવી. પરંતુ લગભગ એક જ સમયગાળામાં બંને એ પોતાના રહેઠાણ બદલ્યા.. એ રાજકોટ શિફ્ટ થયો અને હું નવા ઘરમાં.. સરનામા બદલાયા ત્યારે સંપર્ક છૂટી ગયો. પરંતુ એનાં લગ્ન સમયે એણે પોતાની કંકોત્રી પપ્પાનું નામ લખીને કસ્ટમ ઓફીસ એવા સરનામે મોકલી અને એ ભાવનગર કસ્ટમ ઓફિસમાં મળી .. પપ્પા ત્યારે બીજા શહેરમાં હતા પણ ઓફિસમાં એક ઓળખીતા ભાઈએ એ પપ્પાને પહોચતી કરી અને ફરી સંપર્ક સ્થપાયો.
.
પ્રસંગ-૨
આ પ્રસંગ પણ પ્રસંગ-૧ને મળતો આવે એવો છે…
ભાવનગરમાં હાઈ સ્કૂલ વખતે મારો એક દોસ્ત પ્રદીપ… હવે ૧૦મું ધોરણ પાસ કરીને મેં સ્કૂલ બદલાવી .. અને એ ગુજરાત છોડીને શિરડી શિફ્ટ થયો… વર્ષો પછી એ ભાવનગર આવ્યો ત્યારે હું ભાવનગર છોડીને સુરત શિફ્ટ થઇ ગયો હતો.. એને એટલી ખબર કે મારી જ્ઞાતિની વાડી રામવાડી છે અને રામવાડી વાળા જ એક સગા એનાં મિત્ર… એ મિત્ર થકી એને જ્ઞાતિનાં મિલન અને નોંધણીમાં મને શોધવાની મહેનત કરી .. એ દરમિયાન એને જાણવા મળ્યું કે હું ફેસબુક પર છું (મારો ૧૦માં ધોરણનો ફેસ અને હાલનો ફેસ બંને વચ્ચે ઘણો ફરક છે)… ત્યારે એને ફેસબુક પર અનેક હાર્દિકને મેસેજ મોકલ્યાં અને એ પૈકી એક મેસેજ મને મળ્યો.
.
પ્રસંગ-૩
ડીપ્લોમા ઇન મીકેનીકલ એન્જીનીયરીંગમાં ફાઈનલ એક્ઝામ વખતે મારી પાછળની ખાલી બેંચ પર પડેલા અન્યનાં પુસ્તકનાં કારણે મારી પર કોપી કેસ થયો … અને અંતે ચુકાદો એવો આવ્યો કે એ એક વિષયની પરીક્ષા મારે ફરી આપવી પડશે.. હું ખુબ હતાશ થઇ ગયો હતો … કારણ મારો કોઈ વાંક નહોતો .. ગફલત હતી કે બીજાનું  પુસ્તક પાછળની બેંચ પર પડ્યું હતું એ મારા ધ્યાન બહાર ગયું અને મેં એ જમા ન કરાવ્યું..
ત્યારે મારો એક ખાસ દોસ્ત તુષાર… એણે મને હિમ્મત આપી.. (એ સમય દરમિયાન હું મારા પરિવારજનો પછી સૌથી વધુ ઋણી તુષારનો રહીશ) અને મને બધા વિષયોની પરીક્ષા ફરી આપવા માટે આગ્રહ કર્યો.. એ ડીપ્લોમા પાસ કરીને મોરબી એન્જીનીયરીંગ કોલેજમાં ભણતો હતો.. પણ રજા મળે ભાવનગર આવે અને મારા હાલ જાણે… શક્ય હોય તો ભાવનગર હોય ત્યારે રાત-દિવસ મારી સાથે હાજર રહે અને મને પરીક્ષા માટે માનસિક રીતે તૈયાર કરે… મેં પરીક્ષા આપી … અને હું ફાઈનલ સેમેસ્ટરમાં બે વિષયમાં ટોપ રેન્ક સાથે પાસ થયો.. એ એક સેમેસ્ટરના કારણે મારો એગ્રીગેટ સ્કોર ૫૧% થી વધીને ૬૯% થયો .. એ રીઝલ્ટ નોટીસ બોર્ડ પર જોતી વખતે મેં એને મને વળગીને ચોધાર આંસુએ(અલબત્ત.. હર્ષનાં) રડતો અનુભવ્યો છે…
.
.
ख़्वाब में भी आए तो मुझको ख़ुशी दे जाता है…
यार मेरे ये बता.. कहीं तू सांता क्लोज़ तो नही!!

 
4 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 25, 2013 in નિબંધ

 

ગધેડાને તાવ આવે એવી વાત

બકવાસ ન્યુઝ નેટવર્ક પ્રસ્તુતિ

  • અમદાવાદ મુકામે એક ગધેડાને ભારે વાઈરલ શરદી થઇ ગઈ હતી અને એ કારણે એને તાવ આવી ગયો હોવાના અહેવાલ છે.
  • આધારભૂત સુત્રો જણાવે છે કે થોડા દિવસથી વાતાવરણમાં આવેલ પલટાનાં કારણે ગધેડાને તાવ આવી ગયો હતો.
  • સદરહુ ગધેડાએ આ બાબતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મને વાતાવરણમાં આવેલ પલટાનાં કારણે તાવ નહોતો આવ્યો. મને ડસ્ટની એલર્જી છે છતાં પણ શેઠાણીએ દિવાળીનું ઘરકામ કરાવ્યું હોવાનાં કારણે મને તાવ આવ્યો છે.
  • ગધેડાની ફરિયાદ નોંધાઈ છે પરંતુ દરેક અધિકારીઓને આ પોતાની વાત જ લાગે છે માટે સૌ એક્શન લેવામાં ઠાગાઠૈયા કરે છે.
 

મેં મોરપિચ્છ વાવ્યું

krishna2

અંતરમાં ઉજાણી છે… મેં મોરપિચ્છ વાવ્યું
ને સ્નેહની લ્હાણી છે… મેં મોરપિચ્છ વાવ્યું

મોરપિચ્છ કોળ્યું…. એને આવ્યો છે ફાલ
એક ડાળે વાંસળી
એક ડાળે વ્હાલ
આખો છોડ છે ગોપાલ
સિંચવાને કુદતા ઉછળતા યમુનાનાં પાણી છે
અંતરમાં ઉજાણી છે .. ને.. સ્નેહની લ્હાણી છે

મોર પિચ્છ છોડ બને… મોરપિચ્છ ઝાડ બને
કાના પર ઝરમરતા ગોપીઓના લાડ બને
ગોકુળને ઢાંકતા ગોવર્ધન પહાડ બને
ભાગવત આખી…. એમાંજ સમાણી છે
અંતરમાં ઉજાણી છે.. ને.. સ્નેહની લ્હાણી છે
………………………. હાર્દિક વ્યાસ”હાર્દ”

 
Leave a comment

Posted by on ઓગસ્ટ 27, 2013 in કવિતા

 

जिए जा

fly life

जिए जा… जिए जा
यूँ ही तू जिए जा
तेरी ज़िन्दगी है
खुद ही तू जिए जा

तू ही सिर्फ तू ही तेरी ज़िन्दगी है
तेरी ज़िन्दगी ही तेरी बंदगी है
जहां जी रहा तू वहीँ पर खुदा है
तेरी ज़िन्दगी से कहाँ वो जुदा है
तेरी सांस से नाम उसका जुड़ा है
उसी नाम पर ही तू साँसे लिए जा
जिए जा…. जिए जा
यूँ ही तू जिए जा

अँधेरे अगर तेरे क़दमों को रोके
न चुप चाप रोना
न उम्मीद खोना
मशालें जला होंसले की अगन से
खुद ही की चमक से तमस को पिए जा
जिए जा … जिए जा
यूँ ही तू जिए जा

अगर राह में कोई तूफ़ान आये
न परवाह करना
न मायूस होना
तेरे हाथ को पंख तू ही बना ले
आंधी की हवा पे उड़ाने लिए जा
जिए जा… जिए जा
यूँ ही तू जिए जा
…….. हार्दिक व्यास “हार्द”